Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Wednesday 17 January 2024

RE: LAVARAS

 સુધાબેન ,

 

આભાર ,

 

મારી જ  ઓળખાણ

મારી જાત ને કરાવી આપી ,

 

અને 

 

શ્રેષ્ઠ કવિઓ ના ડાયરા માં 

બેસવા 

જગા કરી આપી  !

 

મેં તો 

વગર વિચારે 

ગમ્યું તે લખ્યું ,

 

પણ તેં તો 

કવિતા ના મર્મ ને જાણ્યું  !

 

જેમ "  સિદી ને હોય સિદકા વહાલા " 

તેમ કવિ ને  પણ હોય 

ખુદ ના કાવ્ય 

એક થી અધિક એકઅદકા !

 

તેં તો 

મારી ક્ષુલ્લક રચનાઓ ને ભૂલી,

હર એક ને વખાણ્યાં  !

 

પણ ભૂલી એક ક્ષણ 

કવિતાઓ  મારી ,

કહું તને 

હું  છું ,

તારા વિવેચન નો આભારી  !

 

 

--  હેમેનભાઈ 

 

 

 

 

 

 

 

 

 

 

 

From: Sudha Trivedi [mailto:sudha.dave.trivedi@gmail.com]
Sent: Sunday, September 6, 2020 6:20 PM
To: hcp@recruitguru.com
Cc: Sudha Trivedi
Subject: LAVARAS

 

Dear Hemenbhai,

 

લાવારસ કાવ્યસંગ્રહ હાથ માં આવ્યો ને એકજ બેઠકે પૂરો વાંચી  લીધો। ઉત્તમ કાગળો , આકર્ષક મુખપૃષ્ઠ સુંદર છાપણી ,છુટા અક્ષરો .....પાના ફેરવતા જાવ અને એક એક થી ચડિયાતા શબ્દચિત્રો  જાપાની હાઈકુ ની જેમ આંખ સામે તરવરે છે। 

કવિને કુદરત પ્રત્યે અદમ્ય પ્રેમ છે.  સૂર્ય ચંદ્ર ,પવન પાણીનદીસાગરમેઘ,  વીજળીધરતીડુંગરકંદરા તળાવ ઝરણા  ,ફૂલોપંખીઓ ,વાદળો , સંધ્યા ઉષા શિશિર ગ્રીષ્મ અને વર્ષા ... બધાજ કવિતાના તાણાવાણા છે. કાવ્ય વાચન ની યાત્રામાં પંચમહાભૂતો ની બનેલી આખી સ્રુષ્ટિ  પોતાનામાં સમાઈ જાય છે.

 

શરુ શરૂમાં કવિતા એક પ્રૌઢા લાગે છે. જેમ જેમ આગળ વાંચતા જઈએ તેમ તેમ કવિતા પ્રગલ્ભાપછી ઠરેલ ગૃહિણી લાગે છે. ધીમે ધીમે તે નવયૌવના,વિરહિણીમુગ્ધા અને અભિસારિકા બની જાય છે. અંતિમ પડાવમાં તે કુંવારીકા અને કાલુંઘેલું બોલતી બાલિકા બની જાય છે. "ગંધર્વ કન્યા " ,"વાદળો વરસે" "આવ્યું પંખીડુંવિગેરે તેના પ્રમાણ છે. જયારે પ્રગલ્ભા પ્રૌઢા નું ઉદાહરણ "ધીમે પગલે આવી રહ્યો છેતે છે. આધુનિક છે. કારણ તેને "face book ના સ્નેહી જનો ફાવી ગયા છે". નવોઢા જેવી કવિતા છે "તારા સેંથામાં સિંદૂર" "એક તારી ઓઢણી",  "મોર બની થનગાટ કરું" "ભરી માંગ તારી" "તારી ઓઢણીનો સાફો પહેરી". અનિલ જોશીની "કેસરિયાળો સાફો આખું ફળીયુ લઇ ને ચાલેયાદ અપાવે છે.

અભિસારિકા જેવી કવિતાઓમાં શ્રુંગાર રસ ઝળકે છે. ક્યાંક સૌમ્ય શ્રુંગાર છે તો ક્યાંક શ્રુંગાર પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. "આ ભમિને ચૂમતા ચૂમતા દરિયો આજે આખી રાત લાજયો" "ઉરને કેમ કરીને ધરતી ઢાંકે?"  શૃંગાર રસના શિખર પર બેઠેલી કવિતાઓ "અધર ચુમ્યા" "હરિત રંગી કંચુકી" "કંપિત ઓષ્ટ પર" "તું મૃગાક્ષી" "તો નયન ઢાળી પ્રિયેકહી શકાય .

 

કવિ શિવજીના ભક્ત તો નક્કી છે. "હે પિનાકપાણી" "ધૂર્જટિ-તાંડવ" "હું કાળ છું" "લાવરસનો અનંગઆ કવિતાઓ પગથિયા ચડતી ચડતી આભને આંબે છે અને અધ્યાત્મના ઊંડાણમાં ઓગળી જાય છે. લાવારસ શીર્ષક છે પણ ક્યાં આમાં જ્વાળામુખી ફાટ્યો છે ક્યાં દઝાડતો લાલચોળ રાખ કરી નાખતો લોખંડી પ્રવાહ વહે છેઅહીંતો પ્રેમનો પાવક ઉછળે છે. ઇશ્ક ની  નદી ઉછળતી ઠેકડા મારતી અથથી અંત સુધી વહી જાય છે - વિરહ અને વિષાદના બે કાંઠાથી બંધાયેલી ! મૃત્યુને ઝંખતો તરછોડાયેલો જીવાત્મા પરમાત્માના મિલાન માટે તરફડે   છે. સમય અને સંજોગોના વહેણમાં ક્યાંક ટમટમતા દિવા ઉજાસ આપતા જાય છે.

 

કવિ કૃષ્ણપ્રિય પણ છે. રાધાકૃષ્ણની સનાતન પ્રણયગાથા- બાંસુરી ! "ચીતર્યું કોણે તારું નામ" "હું તો મથું ઓળખવા અનંતરૂપને મારા" "લખચોરાસીના ફેરે માટીનો મહેલ બાંધતા  હું નહિ થાકુંઆવા મુક્તકો શ્રેષ્ઠ સાહિત્યની ઊંચાઈ સુધી પહોંચે છે. અહીં ઉત્સાહઆશાપુનર્જન્મ અને ઈશ્વરની સામે માણસનો પડકાર છે. "હે પ્રભો"  કાવ્યમાં  "હું ભિખારી ધરાશાયી જર્જરિત વેશધારીકવિની નમ્રતા દર્શાવે છે. ઈશ્વરના અનંત ઐશ્વર્યની સામે આપણે સૌ ચીંથરેહાલ "તૂટેલા શકોરાલઈને ઉભા છીએ. "તુંજ મારો કૃષ્ણકવિતામાં "લપેટ્યો ગળે કર્મ નો સર્પસનાતન સત્ય દરેક જીવને લાગુ પડે છે. "ઘડો મૂર્તિમેઘાણીના "ઘણ રે બોલે ને એરણ સાંભળેયાદ અપાવી જાય છે. તેવી જ રીતે "ઉઠાવ લંગરમાંની આશા અને હિમ્મત ઉમાશંકર જોશીના "હોડી ને દૂર શું નજીક શુંની યાદ અપાવે છે. 

 

"અનુભવ ઓછો મળ્યો છે?" માં ગાડું જીવનનુંસંકડી નેળઠાઠું ભરાયું બબ્બે બડકમદાર ચીલા છે ઊંડા, 'આવતી ખેપેઅહીં કાઠિયાવાડની ધરાની ભીની ભીની ખુશ્બુ સુહાસિત કરી જાય છે. 

 

"no my દાદુ" , "split ઇન્ડિયા", "એક એવી મુમતાઝ", "વસાવદત્તા", "તું બાપુ", "ત્રિમૂર્તિ", "તું જયશ્રી", "પૂછે jaqualin", "પેટની ભૂખ", "પાછી ફરીજા શેણી", વિ. કવિતાઓ પ્રાસંગિકઐતિહાસિકસમાજવાદીઅને વ્યક્તિગત છે. 

 

કેટલીક કવિતાઓ આધુનિક અને મર્મસ્પર્શી છે. દા.ત. "ખંડેરની કદી બારી દીઠી છે?". "દરવાજા વિનાના ઘરના તોરણે", " મળે વાદળા વેચાતા ", "મૌન ની રાખ", "ઘંટીના બે પેડ ભારી". 

 

સાકી-શૂરાશરબતશિકસ્તખ્વાહિશકબ્ર,ફિકરઆરઝૂમંઝિલઆશિકવિ. શબ્દોના છાંટણા ગની દહીંવાલા,બેફામ,આદિલ મન્સૂરીકિસ્મત કુરેશી તરફ ખેંચી જાય છે. 

 

જેમ માતાને પોતાનું દરેક સંતાન એક સરખું વહાલું લાગે તેમ કવિને પોતાની દરેક રચના પ્યારી હોય છે. પરંતુ રસિકોની વાત જુદી છે. કવિતાની સંપૂર્ણ રસલ્હાણ લીધા પછી "હું કૃષ્ણ છું હું કૃષ્ણ છું", "ખુદા જ મારો નાખુદા", "આજે તારો ભરમ ભાંગુંમનમોહક અને સનાતન છેસ્મૃતિ અને સમયની રેતમાં તે ભૂંસાઈ જાય એમ નથી. આ વિવેચન રસિકની પહેલી છાપ છે. આવી સુંદર કૃતિઓ  ક્ષિતિજ સુધી રચ્યા કરો એવી શુભ કામનાઓ સાથે,

 

Sudha Girish Trivedi  

Pune / 5th  Sept 2020

No comments:

Post a Comment