ખુશમન
ખશબૂ થી ભરેલ જેનું મન,
હૃદય ના ભાવો થી
ફૂલો ની નજાકત ને લજવે
તેવું મન ,
કરી બારી માં થી ડોકિયું બગીચા માં
કબૂતરો ના કિલ્લોલ માં
રચ્યું રહે
તેવું મન ,
તો કદીક ચાહે
ભરવા હરણફાળ આભ માં
વાદળો ની વણઝાર ને આંબવા,
તો કદીક
વરસતા વરસાદ નું
બની ઝરણું
નિનાદે કલકલ
સાગર ને ભેટવા ભાગતું
તેવું મન ,
જયારે જોઉં ત્યારે
પનિહારી શિરે
ભરી સ્નેહ ના વારી
છલકતી ગાગર જેવું
મલકાતું તારું મન,
બહેન
તારા જન્મ દિને એક આશા
હસ્તી રહે ,
રહે હસાવતી ,
પ્રાર્થું પ્રભુ ને
તને કદી ના સતાવે
કો ' નિરાશા
============
હેમેન - ભારતી / ૧૭ ફેબ ૨૦૨૧
No comments:
Post a Comment