Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Thursday, 25 August 2016

RE: 120th Meghani Jayanti on 28th August at Chotila


Dear Pinaki,

Thanks for keeping us informed thru email and Facebook , about these celebrations, which , bring back some very old memories from my visits to Botad during 1940-44 !

My following poem ( written when I was in teens ) , is a testimony of how I felt


Warm Regards,

Batuk Kaka

(M)=91 – 98,67,55,08,08

PS:

On my own blogging site ( www.hemenparekh.in ) , I have provided a link to your site

----------------------------------------------------------------------------------------------------------------------------

સ્વર નો સમ્રાટ


આવ્યો એક દિન આવ્યો ,
આવ્યો એક દિન આવ્યો ,

કોનો લાડીલો આવ્યો ?
સ્વર નો સમ્રાટ ક્યાંથી આવ્યો  ?

ઝરણાં થી આવ્યો ,
સાગર થી આવ્યો ,
ધરતી નો સાદ સંભળાવિયો  ;

સૌ નો લાડકવાયો ,

શાને તે આવ્યો  ?
શું શું સાથે લેતો આવ્યો  ?

પરિમલ - પુષ્પો ની
સૌરભ ફેલાવવા ,
આવ્યો સ્વર ને રેલાવવા ;

ધરતી ના ગૂઢ ગાન ગાવા આવ્યો ,
સ્વર થી
મૃત ને જગાડવા આવ્યો  ;

જીવન જલાવી ને ,
મ્રત્યુ ઝળકાવી ને ,

તારક

અંધકાર માં સમાયો

---------------------------------------


મેઘાણી મામા ની સ્મૃતિ માં


27 Mar 1947 / 12 Aug 1948



From: Pinaki Meghani [mailto:pinakimeghani@gmail.com]
Sent: Wednesday, August 24, 2016 8:56 AM
To: Pinaki Meghani
Subject: Fwd: 120th Meghani Jayanti on 28th August at Chotila


સાદર પ્રણામ.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 120ની જન્મજયંતી 28 ઑગસ્ટ 2016 ને રવિવારના રોજ એમની જન્મભૂમિ ચોટીલા ખાતે, સતત સાતમા વર્ષે,  ત્રિવિધ ભાવાંજલિ કાર્યક્રમોનું આયોજન થયું છે.

સુરક્ષા સેતુ સોસાયટી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા જૂના માર્કેટ યાર્ડ ખાતે રાત્રે 9 કલાકે `મેઘાણી વંદનાકસુંબલ લોકડાયરાનું ભવ્ય આયોજન થયું છે. ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ સાથે રાધાબેન વ્યાસ અને નીલેશ પંડ્યા ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવશે. સુપ્રસિધ્ધ લોકકલાકાર-હાસ્યકાર ધીરૂભાઈ સરવૈયા, પોતાની આગવી શૈલીમાં, ઝવેરચંદ મેઘાણીનાં જીવન-કવન વિશે રસપ્રદ અને માહિતીસભર વાતો કરશે. ઝવેરચંદ મેઘાણીનો જન્મ પોલીસ લાઈન્સમાં થયો હોવાથી ગુજરાત પોલીસને એમનું `લાઈન-બોય તરીકે સવિશેષ ગૌરવ છે. આથી પ્રેરાઈને સુરક્ષા સેતુ સોસાયટી - સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા કાર્યક્ર્મનું વિશેષ આયોજન કરાયું છે.

વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ આ ભાવાંજલિ કાર્યક્ર્મને ઘર બેઠા નિહાળી શકે તે માટે તેનું ઈન્ટરનેટ પર જીવંત પ્રસારણ (live webcast) http://eevents.tv/meghani પર થશે.

ઐતિહાસિક ઝવેરચંદ મેઘાણી જન્મસ્થળ સ્મારક ખાતે દિવસભર પુષ્પાંજલિ અર્પણ થશે. પોલીસ વિભાગ દ્વારા વિશેષ ભાવાંજલિ અર્પણ થશે. જન્મસ્થળ સ્મારકની સામે આવેલા સરકારી તાલુકા ગ્રંથાલય ખાતે 26થી 31 ઑગસ્ટ સુધી સમગ્ર મેઘાણી-સાહિત્યનાં પ્રદર્શનનું આયોજન ગુજરાત રાજ્ય ગ્રંથાલય નિયામકની કચેરી દ્વારા કરાયું છે. આવા જ પ્રદર્શનનું આયોજન વડોદરા મધ્યવર્તી પુસ્તકાલય ખાતે પણ કરાયું છે. ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટ સંચાલિત એન. એન. શાહ સ્કૂલ ખાતે 29 ઑગસ્ટ ને સોમવારે સવારે 10.30 કલાકે ખાસ વિદ્યાર્થીઓ માટે વિશેષ કાર્યક્ર્મનું આયોજન કરાયું છે.

આપને આ ભાવાંજલિ કાર્યક્ર્મોમાં પધારવા ભાવભર્યું  નિમંત્રણ છે.    

આપ કુશળ હશો.

- પિનાકી મેઘાણીના વંદન 


-- 
PINAKI  MEGHANI
Jhaverchand Meghani Smruti Sansthan
Parthsarthy Avenue, 903,Kanha
Shyamal Cross Roads, Satellite
Ahmedabad : 380 015     Gujarat     India
mobile  : 98250 21279
phone  : (91-79) 2676 1814
web : www.jhaverchandmeghani.com
facebook : www.facebook.com/pinakimeghani

offering but a drop from the ocean unbound that knowledge is ..

No comments:

Post a Comment