Draft for Dinesh
પ્રશસ્તિપત્ર
પ્રિય ભાઈ દિનેશ ,
આજે બા - બાપુજી હયાત હોત , તો તારા વખાણ કરતાં થાકત નહિ
અને શંકા વિના , જ્યાં હશે ત્યાં , આજે તારા વખાણ સાંભળવા , જરૂર કાન માંડયા હશે !
એમની ગેર હાજરી માં , એમના અને અમારા પોતાના વતી , અમે સૌ ભાઈ - બહેનો , તારા થોડાક વખાણ કરીએ તો તે યોગ્ય / યથાર્થ જ કહેવાય
વડિયા એ પૂ બાપુજી ની કર્મ ભૂમિ
પૂ બા ના સહયોગ થી , જીવન ના આખરી 25 વર્ષ એમણે વડિયા ગામ ની સેવા માં વિતાવ્યા
આવીજ એક શાળા નું સપનું પણ તેમણે સેવ્યું હશે
એ સ્વપ્ન ને સાકાર કરવા જે ભેખ તેં ધર્યો , તે આજે સાકાર થયો
આ શાળા , એ જરૂર બા - બાપુજી નું સ્મારક છે , પણ અમ સૌ ને માટે , એ એક યાત્રા નું પવિત્ર સ્થાન પણ છે
અહીં આવવું એ અમારા માટે , ગંગા સ્નાન સમાન છે
આ શાળા ઉભી કરવા માં , સૌએ પોત પોતાના શક્તિ - સંજોગ મુજબ પ્રદાન કર્યું , પણ સૌ થી વધારે યોગદાન તારું છે - તન , મન અને ધન થી
અમારા સૌ નો સંકલ્પ તો તને પ્રોત્સાહિત કરવાનો રહ્યો !
અહીં થી શીખી , જે બાળકો આગળ વધશે , તેમના પર , બા - બાપુજી ના આશિર્વાદ હશે અને આપણા સૌ ની શુભ કામના
ભાઈ [ કર્મવીર ] દિનેશ ,
આવાજ , અનેક શુભ કર્યો કરવા માટે ,
पश्येम शरदः शतम्
====================
લિ :
( સ્વ ) મોટાભાઈ
[ દ : પપ્પુ
- સોન્યા - સપના
]
( સ્વ ) અનુભાઈ
[ દ : અપૂર્વ
- પારુલ - બેલા
]
પુષ્પાબેન
[ દ : શૈલેષ ]
ચંદાબેન
[ દ : સ્નેહલ ]
( સ્વ ) મંજુબેન
[ દ : ચિરાગ
]
બટુકભાઈ
[ દ : મનીષ - નિર્મિત ]
( સ્વ ) નાનુભાઈ
[ દ : ચિંતન
]
જ્યોતિબેન [ દ
: જિનેશ - ભાવના ]
( સ્વ ) ઉમા
No comments:
Post a Comment